- સાંઝા અનુભવો
અમારા પ્રશંસાપત્રો
અમારા વૈશ્વિક પૂર્વ વિદ્યાર્થી નેટવર્કને જોડવું, વાલીઓના અનુભવોને સાંભળવું અને સતત શૈક્ષણિક પ્રગતિ માટે અસરકારક સંવાદ અને સહયોગના માધ્યમો સ્થાપિત કરવું.
"પુરુષાર્થ, નામ કાફી છે... ખૂબ આનંદ થયો... શિક્ષણની વાર્તા જ નહીં પણ કેળવણીથી જીવતા લોકોને પ્રત્યક્ષ મળીને આનંદ થયો...જીવતા રહેજો."
દિપક તેરૈયા
આંતરરાષ્ટ્રીય ટ્રેનર, ગાંધીનગર
"શિક્ષણ અને સંસ્કાર ની પવિત્રતાને જાળવતી સંસ્થા નિસબત પૂર્વક કામ કરી રહી છે એ જોઈ - જાણી સંતોષ થયો. સંસ્થાની સુવાસ સર્વત્ર પ્રસરી રહે એવી શુભેચ્છાઓ."
નિતીન વડગામા
(શિક્ષણવિદ)
"અનેકવિધ સમાજલક્ષી અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનું સરસ ઘડતર થઈ રહ્યું છે. કંઈક નવું શીખવાની - કરાવવાની તાલાવેલી અને ઉત્સાહ અહીંનો મજબૂત આધાર બની રહેશે."
હર્ષદભાઈ શાહ
કુલપતિશ્રી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર
"પુરુષાર્થ વિદ્યાલય, ભાણવડ એવી સેવા બજાવતી એક ઉત્તમ શિક્ષણ સંસ્થા છે. એનું એક સ્વપ્ન છે: સમાજમાં મમતા અને મમતાની સુવાસ હોય... સંસ્કારથી જેનું શીર્ષ ઉંચું હોય એવા નાગરિકનું ઘડતર એમનું જીવનધ્યેય છે."
નરોતમ પલાણ
પોરબંદર
"એકંદરે અહીંનું વાતાવરણ અધ્યયનપ્રદ જણાયું. કેટલાક શિક્ષકો - શિક્ષિકાઓની આંખમાં જિજ્ઞાસા અને કાર્યઉત્સાહની ઝલક દેખાય... નવું અને નવી રીતે શીખવવાનું ચાલુ રહેશે તો આ શાળાની અસર /પ્રભાવમાં ગુણાત્મક તફાવત પડશે."
ડો. મહેન્દ્રભાઈ ચોટલીયા
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર
"પુરુષાર્થ નામ જ જબરદસ્ત છે. જીવનમાં બે પૈડા પ્રારબ્ધ અને પુરુષાર્થ; અહીં વિદ્યાર્થીઓને પુરુષાર્થની પ્રારબ્ધ ઘડવાની કેવી અદભુત ક્ષમતા સાથેની સુવિધા છે."
ડો. જયેન્દ્ર કારીયા
પોરબંદર
"આ શાળાએ અદભુત પ્રયોગ કર્યો છે. વાલીઓની ખેવના કરનાર કોઈ સંસ્થા હોતી નથી...વાલીઓને તાલીમ આપવાની હોય આ માટે આયોજક શ્રી ભીમશીભાઈ ને લાખ લાખ અભિનંદન."
જાડેજા સર
(ઉપપ્રમુખ, યોગ ફેડરેશન ઓફ એશિયા)
"આ સંસ્થા મનુષ્ય ઉગાડવાનું કાર્ય કરે છે તેવી લાગણી થઈ. આ સંસ્થા ભવિષ્યમાં મોડેલ સ્કૂલ બનશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરું છું."
ડો. એ. આર. ભરાડ
(શિક્ષણવિદ)
"પુસ્તકમાં આવતા જ્ઞાનની સાથે જીવનની સાચી કેળવણી પ્રાપ્ત કરતા બાળકો ખુશખુશાલ છે. સંસ્થા ખૂબ જ ફૂલેફાલે, ખીલે, વિકસે અને નગરને તેનો લાભ મળે તેવી પ્રભુપ્રાર્થના."
જે. ડી. પટેલ
(શિક્ષણવિદ)
"દ્રષ્ટિ સંપન્ન સંચાલક મંડળની અપેક્ષાઓ પૂરી કરવા માટે પ્રયત્નશીલ આચાર્ય અને સનિષ્ઠ શિક્ષકો સાથે મળીને કામ કરે ત્યારે કેવું ઉત્તમ પરિણામ આપે તેનું એક જ ઉદાહરણ એટલે પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ."
રતિલાલ બોરીસાગર
(પ્રખ્યાત લેખક)
"જે સરળ છે તે ખૂબ અઘરું છે. આવું અઘરું કાર્ય ખૂબ સરળતાથી થતું જોયું પુરુષાર્થ સંકુલમાં. અહીં વિદ્યાર્થીઓને શિસ્ત, નિયમિતતા અને આદરોનું શિક્ષણ થતું જોયું."
તરુણ મહેતા
(ગુજરાતી ભાષામાં નિષ્ણાત)
"પુરુષાર્થ શૈક્ષણિક સંસ્થા મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ માટે આવું ગુરુત્વાકર્ષણ છે. આ સંસ્થાને હું સ્કૂલ કહેવા કરતા પ્રયોગશાળા કહેવાનો પસંદ કરીશ."
સમણ શ્રુતપ્રજ્ઞજી
ફાઉન્ડર, પીસ ઓફ માઈન્ડ, રાજકોટ
"પુરુષાર્થ શાળા આપણા વિદ્યાર્થીઓને જ્ઞાન, ક્ષમતા અને શીખવા પ્રત્યેની સાચી ધગશ કેળવવા માટે; કૌશલ્ય, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવા માટે; તેમની અનન્ય ક્ષમતા પ્રાપ્ત કરવા માટે અને ભવિષ્ય માટે સંપૂર્ણ સજ્જ, જવાબદાર અને સંસ્કારી નાગરિક બનવા માટે સક્ષમ બનાવે છે."
ડૉ. ગ્રેહામ ડ્વાયર
ઓક્સફોર્ડ યુનિવર્સિટી
"ग्राम्य परिवेश में विद्या की ज्योति प्रज्वलित होते देख कर प्रबन्धक श्री भीमशीभाई की प्रशस्ति करने से स्वयं को रोकना बहुत कठिन लगत रहा है । मुझे आशा हीं नहीनी लेकिन पूर्ण विश्वास है कि ये शिक्षा संस्थान भारत को विभिन्न क्षेत्रो की प्रति श्रेष्ठ कार्य करेगी"
ડો. છવિમુલ આર્ય તારીખ : ૨૬
"પુરુષાર્થ સંકુલમાં આવીને, મને હંમેશા શાંતિનો અહેસાસ થાય છે. આ શાંતિ સમગ્ર કેમ્પસમાં ફેલાયેલી છે અને દરેક વિદ્યાર્થીના ચહેરા પર પ્રતિબિંબિત થાય છે. આ માનસિક શાંતિ અને અખંડ ઉત્સાહ, જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જરૂરી છે, તે તમારા બધામાં - વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેમાં વહેતો રહે છે. દરેક કાર્યક્રમ ખૂબ જ સમર્પણ સાથે યોજાય છે. હું તમને આ કાર્યક્રમ માટે અભિનંદન આપું છું. તમે હંમેશા 'યુવક બિરાદરી' ને ટેકો આપ્યો છે; તેના માટે, હું સંસ્થાના વડાનો આભાર વ્યક્ત કરું છું. શિક્ષણ, અભ્યાસ, રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા, તમે વિદ્યાર્થીઓના વિદ્યાર્થી જીવનને પરિપૂર્ણ બનાવવા માટે અહીં કાર્ય કરો છો."
અશુતોષ શિર્કે
ડિરેક્ટર (યુવક બિરાદરી ભારત, બોમ્બે)
"પુરુષાર્થનો ૧૧ મો વાર્ષિકોત્સવ સુવર્ણ વિકનો પાંચમો દિવસ. સત્ય અને સુંદરતા ના પાયા પર થઈ રહેલો પુરુષાર્થ જાણે પ્રારબ્ધને બદલી રહ્યો હોય તન, મન અને ધનથી સમર્પિત આ બૃહદ પરિવાર સમાજ માટે મૌન રહીને એક સુંદર શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યો છે. વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં સત્યનું સિંચન કરનાર સૌને વંદન"
પુષ્પાબેન જોશી
આર્ય કન્યા ગુરુકુલ, પોરબંદર
"પુરુષાર્થ શૈક્ષણિકના સંકુલ સમગ્ર પરિસરમાં શિક્ષણ, સંસ્કાર અને સ્વયંશિસ્તની સહજ વિસ્તરતી ચેતનાનો સંસ્પર્શ થાય છે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, શિક્ષકો પ્રત્યેનો આદર અને સંસ્થા પ્રત્યેનો સર્વનો લગાવ કોઈને પણ સંમોહિત કરે. ભીમશીભાઈની કુશળ અને સુદઢ કાર્યપધ્ધતિનો લાભ સંસ્થાને મળે તે સૌભાગ્ય ગણાય. આવી નિસબતથી અન્ય સંસ્થાઓ પ્રભાવિત થાય અને અનુસરે તો પ્રશસ્ય પરિણામ મળે. સંસ્થાના પ્રત્યેક અંગરૂપ એવા વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ અને સહુ કોઈ અભિનંદનના અધિકારી છે."
પ્રો. ડૉ. વિનોદભાઈ જોશી
"શિક્ષણના કાયા કલ્પ માટે ત્રિવેણીનો ભેટો થવો જોઈએ. ૧. પુરુષાર્થ ૨. પ્રાર્થના ૩. પ્રતીક્ષા પુરુષાર્થ તો સ્વયં છે જ. વિસામો લીધા વિના શ્રદ્ધાના બળે આ પુરુષાર્થ પ્રાર્થના અને પ્રતીક્ષા રાહે જરૂર કામયાબ બનશે. એવી જીવંત શ્રદ્ધા વ્યક્ત કરું છું. અહીંનો પુરુષાર્થ એળે નહીં જાય. રામસ્મરણ સાથે..."
નિયામક ડૉ.ડોલરભાઈ માંકડ
રિસર્ચ સેન્ટર, ગંગાજળ વિદ્યાપીઠ, આલિયાબાડા, તારીખ 11-03-2016
"શ્રી પુરુષાર્થ સંકુલમાં આવી એક પરિવારમાં આવી ગયા તેવું મહેસુસ થયું. શ્રી ભીમશીભાઈ તેમજ તેમના પ્રિન્સીપાલ અને શિક્ષકો ખૂબજ લાગણીશીલ હોય વારંવાર આવવાનું મન થાય તેવું સ્કૂલનું વાતાવરણ છે. મારા સેમીનારમાં હાજર રહ્યા તેમજ દરેક પ્રવૃત્તિ સર પૂર્વક કરી. મને આશા અને વિશ્વાસ છે કે, દરેક વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરશે. યુવાન દેશનું ભવિષ્ય છે. આ તકે ભીમશીભાઈ, આચાર્યશ્રી તેમજ શિક્ષકોનો આભાર વ્યક્ત કરતા હું ખૂબ જ હર્ષ અનુભવું છું."
ડૉ.અમિત માણેક
કોચ માઇન્ડ પાવર, તારીખ: 28/01/2015
"આજે, આરોગ્ય તાલીમ કાર્યક્રમ અને ક્ષેત્રીય કાર્યના ભાગ રૂપે, શાળા મુલાકાત દરમિયાન 47 માધ્યમિક શાળાના શિક્ષકો સાથે એક અદ્ભુત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય તરફથી ઉત્તમ સહયોગ મળ્યો. બાળકો ઉચ્ચ ગુણવત્તાવાળા હોવાથી, આ તાલીમ કાર્યક્રમ અંગે ખૂબ જ સારો સહયોગ મળ્યો. પુરુષાર્થ પરિવારને શુભેચ્છાઓ કે શાળા બાળકોના વિકાસમાં આવી જ અદ્ભુત પ્રગતિ કરતી રહે."