સરનામું

મેનકા ગ્રાઉન્ડ, G.E.B પાસે ઓફિસ, ભાણવડ 360510, ગુજરાત

  • શૈક્ષણિક અને આવાસીય જીવન

શૈક્ષણિક અને હોસ્ટેલ સુવિધાઓ

પુરુષાર્થ વિદ્યાનિકેતન આધુનિક શિક્ષણ, સ્વઅધ્યયનની તકો અને સર્વાંગી વિદ્યાર્થી વિકાસ માટે રચાયેલ સુરક્ષિત આવાસીય સુવિધાઓ દ્વારા સમર્થિત સુવ્યવસ્થિત શૈક્ષણિક માર્ગ પ્રદાન કરે છે.

  • તબક્કાવાર શૈક્ષણિક માળખું

શૈક્ષણિક વિભાગો

રમત આધારિત પ્રારંભિક વિકાસથી લઈને ઉચ્ચ સ્તરના સ્વપ્રેરિત બોર્ડ અભ્યાસક્રમ સુધી, અમે સુવ્યવસ્થિત શિક્ષણ માર્ગોનું નિર્માણ કરીએ છીએ.

પૂર્વ-પ્રાથમિક

પ્રારંભિક વયે સર્જનાત્મક રમતગમત, ભાવનાત્મક સુરક્ષા અને સંવેદનાત્મક-મોટર સંકલનનો વિકાસ.
મૂળભૂત વિજ્ઞાન, ગણિતની પાયાની સમજ, સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ અને ઉચ્ચ સ્તરની આત્મશિસ્તનો વિકાસ.
સઘન બોર્ડ પરીક્ષા તૈયારી, રાષ્ટ્રીય ઓલિમ્પિયાડ, કારકિર્દી માર્ગદર્શન અને સક્રિય જુનિયર કેડેટ કાર્યક્રમો.

સ્વઅધ્યયન ઇકોસિસ્ટમ

સ્વતંત્ર સંશોધન, કાર્યશાળા આધારિત અભ્યાસ, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને ટેક્નિકલ કુશળતાના વિકાસ માટે રચાયેલ કાર્યક્રમ.
  • પાયાનો તબક્કો

બાલ ભવન – પૂર્વ પ્રાથમિક શાળા

બાલ ભવનમાં બાળકો તણાવમુક્ત વાતાવરણમાં તેમના સામાજિક અને બૌદ્ધિક વિકાસની યાત્રા શરૂ કરે છે. અનુભવી અને સ્નેહસભર શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અભ્યાસક્રમમાં સંવેદનાત્મક રમતો, મોટર કૌશલ્ય વિકાસ, ભાષાના મૂળભૂત જ્ઞાન અને સર્જનાત્મક કલાનો સમાવેશ કરવામાં આવે છે.

રમત આધારિત શિક્ષણ

બાલભવનમાં પ્લે સ્કૂલ, એલ.કે.જી., એચ.કે.જી. અને બાલવાટિકા જેવા વર્ગો સુંદર રીતે ચાલે છે.

પ્રારંભિક સાક્ષરતા

દરેક વિષયના તાલીમબદ્ધ જુદા – જુદા શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.

સામાજિક વિકાસ

અહીં પ્રવૃત્તિ આધારિત શિક્ષણકાર્ય થાય છે.

Bal Bhavan
Purusharth Vidhya Mandir
  • પ્રાથમિક અને મધ્ય વિભાગ

શ્રી પુરુષાર્થ વિદ્યા મંદિર (STD 1 થી 8)

નવી શિક્ષણ નીતિ (NEP 2020) મુજબ પાયાના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

દરેક વિષય માટે અનુભવી અને નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા માર્ગદર્શન.

રમત-ગમત, સંગીત અને ચિત્રકલા જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ.

આધુનિક કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા ડિજિટલ શિક્ષણની સુવિધા.

વાર્ષિક જુદી જુદી ૨૦૦ પ્રવૃત્તિ દ્વારા બાળકની માનસિક અને શારીરિક બંને રીતે સર્વાંગી વિકાસ થાય છે.

  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ

માતૃશ્રી એસ. આર. કરમુર (STD 9 થી 12)

બોર્ડની પરીક્ષાઓ માટે ખાસ આયોજન અને નબળા વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન.

ધોરણ ૧૧-૧૨ માં સાયન્સ, કોમર્સ અને આર્ટસ જેવા પ્રવાહોમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ.

દરેક વિષયના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે વિષય નિષ્ણાત દ્વારા અધ્યાપન કાર્ય.

વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહન.

લેબોરેટરી અને લાઈબ્રેરીની અધ્યતન સુવિધા.

વિકલીટેસ્ટ દ્વારા બાળકનું સ્વ-મૂલ્યાંકન કરવામાં આવે.

આધુનિક કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા ડિજિટલ શિક્ષણ સુવિધાઓ.

સાયન્સમાં JEE, NEET અને ગુજકેટની વિશેષ તૈયારીઓ કરાવવામાં આવે.

High-school-Division
Tapovan-University
  • સ્વઅધ્યયન ક્ષેત્ર

તપોવન રેસિડેન્શિયલ

બરડા ડુંગરની ગોદમાં અને પ્રકૃતિની વચ્ચે સેલ્ફ સ્ટડી એટલે કે, જ્યાં કોઈ પર્ટીક્યુલર શિક્ષક, ક્લાસરૂમ કે સિલેબસ નહીં પરંતુ સેલ્ફ લર્નિંગ, સેલ્ફ અંડરસ્ટેન્ડિંગ અને સેલ્ફ ડુઈંગનાં કન્સેપ્ટથી બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

સંસ્કાર અને શિક્ષણનો સમન્વય : અહીં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસની સાથે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે.

શિસ્તબદ્ધ અને સુરક્ષિત વાતાવરણમાં નિવાસી સુવિધા.

વ્યક્તિત્વ વિકાસ માટે વિશેષ શિબિરો અને યોગાભ્યાસ.

ઘર જેવું વાતાવરણ અને શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા.

વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો ખીલે તે માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન.

  • સુરક્ષિત અને સહાયક આવાસીય જીવન

હોસ્ટેલ સુવિધાઓ

પુરુષાર્થ વિદ્યાનિકેતન છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શિસ્તબદ્ધ અને આધુનિક હોસ્ટેલ સુવિધાઓ પ્રદાન કરે છે. અનુભવી વોર્ડનના સંચાલન હેઠળ અમારા આવાસીય વિભાગો બીજા પરિવારની જેમ કાર્ય કરે છે, જ્યાં પરસ્પર સન્માન, નિયમિત અભ્યાસની ટેવ અને શારીરિક તંદુરસ્તીનો વિકાસ થાય છે.

  • કન્યાઓ માટે રહેણાંક સુવિધા

ગુરુકુલમ – કન્યા હોસ્ટેલ

ગુરુકુલમ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ માટે અત્યંત સુરક્ષિત, સંભાળભર્યું અને અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ છે. અહીં સ્વચ્છ રહેણાંક વ્યવસ્થા, નિયમિત અભ્યાસ કાર્યક્રમો તથા આરોગ્ય તપાસની સુવિધાઓ દ્વારા તેમના સર્વાંગી વિકાસની કાળજી લેવામાં આવે છે.

સુરક્ષા અને સ્નેહનું સંગમ: માત્ર રહેવાની જગ્યા નહીં, પણ દીકરીઓ માટે 'ઘરથી દૂર એક રળિયામણું ઘર'.

શુદ્ધ અને સાત્વિક આહાર: શરીરમાં શક્તિ અને મનમાં પ્રસન્નતા રહે તેવો મમ્મીના હાથના સ્વાદ જેવો પૌષ્ટિક અને સંતુલિત ખોરાક.

સવારની નવી શરૂઆત: તન અને મનને તંદુરસ્ત રાખવા માટે દરરોજ સવારે શિસ્તબદ્ધ 'યોગ અને પ્રાણાયામ' દ્વારા દિવસની ઊર્જાવાન શરૂઆત.

રવિવારની 'ક્રિએટિવ પાઠશાળા': દર રવિવારે માત્ર રજા નહીં, પણ કંઈક નવું શીખવાનો અવસર! જેવી કે મહેંદી, પેઇન્ટિંગ, કુકિંગ કે અન્ય લાઈફ સ્કીલ્સ.

ઘડતર સાથે મનોરંજન: અભ્યાસની સાથે - સાથે દીકરીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ સાંસ્કૃતિક અને રમત-ગમતની પ્રવૃત્તિઓનું જીવંત આયોજન.

યાદગાર પ્રવાસ: વર્ષમાં એવા પ્રવાસનું આયોજન, જ્યાં દીકરીઓ કુદરતની નજીક જાય અને મૈત્રીના અતૂટ સંબંધો બાંધે.

ડિજિટલ અને શિસ્તનો સમન્વય: આધુનિક સુવિધાઓ સાથે સંસ્કાર અને શિસ્તનું યોગ્ય સિંચન.

  • છોકરાઓ માટે રહેણાંક સુવિધા

પાર્થ – બોયઝ હોસ્ટેલ

પાર્થ બોયઝ હોસ્ટેલ વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહક વાતાવરણ, સ્વચ્છ અને પૌષ્ટિક આહાર તથા સહયોગી મિત્રવર્તુળ દ્વારા જવાબદાર અને પરિપક્વ નેતૃત્વ તરફ વિકસાવવા માટે સમર્પિત છે.

ઘર જેવું વાતાવરણ, ગુરુકુળ જેવા સંસ્કાર: દીકરાઓના સર્વાંગી વિકાસ માટે શિસ્ત અને સ્નેહનો સુમેળ સાધતું સુરક્ષિત નિવાસસ્થાન.

બળવાન શરીર, તેજસ્વી મન: દરરોજ સવારે મેદાન પર કસરત અને યોગાભ્યાસ દ્વારા દીકરાઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાનું આયોજન.

શક્તિવર્ધક પૌષ્ટિક ભોજન: વધતી ઉંમરના દીકરાઓની જરૂરિયાત મુજબ પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર, ઘર જેવું શુદ્ધ અને પૌષ્ટિક ભોજન.

સન્ડે સ્પેશિયલ – 'સ્કીલ અપ': દર રવિવારે પુસ્તકોથી આગળ વધીને ટેકનિકલ જ્ઞાન, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને નવી સ્કીલ્સ શીખવા માટેના વિશેષ સત્રો.

પ્રવૃત્તિઓનો ધમધમાટ: માત્ર અભ્યાસ જ નહીં, પણ રમત-ગમત, વકતૃત્વ સ્પર્ધા અને ટીમ વર્ક શીખવતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નેતૃત્વના ગુણોનું સિંચન.

સાહસિક પ્રવાસનું આયોજન: આત્મવિશ્વાસ વધારવા અને દુનિયાને નજીકથી જોવા માટે ઐતિહાસિક અને સાહસિક સ્થળોના શૈક્ષણિક પ્રવાસ.

ભવિષ્યનું નિર્માણ: એકાગ્રતા વધે તેવું શાંત વાતાવરણ અને કારકિર્દીના ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી હોસ્ટેલ.

પ્રવેશ ખુલ્લા છે 2026-27

તમારા બાળકની શિક્ષણયાત્રાની શરૂઆત કરો

તમારા બાળકને GSEB આધારિત ગુણવત્તાસભર શિક્ષણ સાથે ભારતીય સંસ્કાર અને નૈતિક મૂલ્યોનો શ્રેષ્ઠ સમન્વય આપો. આજે જ પ્રવેશ માર્ગદર્શન માટે મુલાકાત નક્કી કરો.

    ટોચ પર સ્ક્રોલ કરો